Learn HTML in Gujrati : જો તમારે Web Designer અથવા Developer બનવું હોય અથવા તમારી પોતાની Website બનાવવી હોય તો તમારે Html શીખવું જોઈએ.
પરંતુ આ સિવાય, જો તમે પહેલેથી જ એક Businessman છો અને તમારી પાસે તમારી કંપનીની Website છે કે જેમાં નિયમિત Updates જરૂરી છે, તો પછી તમારા માટે Basic HTML શીખવું ફાયદાકારક થઈ શકે છે.
આની મદદથી તમે તમારી Website માં નાના સુધારાઓ કરી શકશો અને તમે આ કાર્ય માટે કોઈપણ Web Designer ને પૈસા ચૂકવવાથી બચી શકશો.
આની મદદથી તમે તમારી Website માં નાના નાના સુધારાઓ કરી શકશો અને તમે આ કાર્ય માટે કોઈપણ Designer ને પૈસા ચૂકવવાથી બચી શકશો.
આજે આ HTML tutorial in Gujrati ને વાંચી ને તમે આગામી 30 મિનિટમાં HTML નો ઉપયોગ કરીને એક સરળ webpage બનાવવાનું શીખી શકો છો.
HTML શીખવું ખૂબ જ સરળ છે, ફક્ત નીચે આપેલા સ્ટેપ્સ follow કરો .
Learn HTML in Gujrati – 30 Minutes Tutorial
HTML શું છે ? What is HTML in Gujrati
- HTML ( HYPER TEXT MARKUP LANGUAGE ) એવી ભાષા છે કે જેના દ્વારા આપણે Web-Browser ની સ્ક્રીન પર આપણા Web page ની માહિતી (text, images વગેરે) કેવી રીતે પ્રદર્શિત કરવી તે સમજાવે છે.
- HTML કોડ થી જ બ્રાઉઝર ને કહીશું કે આપણા Page નું લેઆઉટ કેવું હશે.
- HTML કોડ વિના, કોઈ પણ Web page ની રચના કરી શકાતી નથી, આ સમયે, તમે તમારી સ્ક્રીન પર જોઈ રહ્યાં છો તે Web page બનાવવા માટે, HTML ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
- HTML ફાઇલ નું એક્સ્ટેંશન .html છે.
HTML Tools
- Text Editor ( જેવાં કે Notepad, Notepad++, Dreamweaver, visual studio code અને sublimetext વગેરે ).
- Web Browser (જેવા કે Internet Explorer, Google Chrome, Firefox, Safari, Opera વગેરે ).
HTML Document Structure
<html>
<head>
<title>My First HTML Document</title>
</head>
<body>
<h1>ગુજ્જુ ની સ્કૂલ પર તમે html શીખી રહ્યા છો</h1>
Hello World!!!
</body>
</html>- એક HTML page ઘણા tags થી બનેલું હોય છે, અને બધા tags તે webpage ના કેટલાક elements ને રજૂ કરે છે જેમ કે કોઈ paragraph, image, table વગેરે.
- લગભગ બધા જ Tags ખુલીને બંધ થાય છે. opening tag આવી રીતે લખીએ છીએ <tag_name> અને closing tag માં / આના જેમ ફોરવર્ડ ષ્લેશ આવે છે </tag_name>
- ઉપર ના code માં તમે જોઈ શકો છો કે <html > થી વેબ page શરુ થાય છે અને </html > પર page પૂર્ણ થાય છે .
HTML Page Sections
- Head Section: આ section માં pages વિશે માહિતી લખવાની હોય છે જે વેબ બ્રાઉઝર અને સર્ચ એન્જિન માટે ઉપયોગમાં લેવાય છે. આ section માં મુખ્યત્વે ત્રણ પ્રકારની માહિતી શામેલ છે: keywords, description જે ગૂગલ જેવા સર્ચ એન્જિન દ્વારા વપરાય છે અને ત્રીજું title જે webpage નું title છે અને બ્રાઉઝરના title bar માં Display થાય છે.
- Body Section: તે main content સાથેનો એક ભાગ છે, અહીં બધી માહિતી લખવાની હોય છે જે આપણે આપણા page માં બતાવવા માંગીએ છીએ જેમ કે: text, image, video વગેરે.
Background અને Text માં Color add કરવો
<html>
<head>
<title>My First HTML Document</title>
</head>
<body bgcolor="blue">
<h1>ગુજ્જુ ની સ્કૂલ પર તમે html શીખી રહ્યા છો</h1>
Hello World!!!
</body>
</html><font color="white">Hello World!!!</font> <font color="white">This is white color text</font>
<font color="yellow">This is yellow color text</font>
<font color="blue">This is blue color text</font> Image add કરતાં શીખો
<img src="images/myimage.jpg"> <img src="images/myimage.jpg" height="100px" width="100px"> Html માં Link કેવી રીતે create કરવી
<a href="તમારા પેજ નું નામ ">અહીં Text લખો જે user ને show કરાવવા માંગતા હોય </a><a href="contactus.html">Contact us</a><a href="http://www.website.com"> અહીં Text લખો જે user ને show કરાવવા માંગતા હોય
</a><a href="http://www.gujjunischool.com">Learn web design in Gujrati </a>Image Link In Gujarati : તમે એવી કોઈ website જોઈ હશે કે જેમાં Buttons ( Buttons ના image ) પર ક્લિક કરવાથી કોઈ બીજું પેજ ઓપન થાય. તો એવીજ રીતે આપણે પણ image ઉપર લિંક બનાવી શકીયે છીએ .
<a href="page.html"><img src="images/button.jpg"></img></a>





